ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-૨૦૨૬માં ઉધના ફાયર સ્ટેશનના સબ ઓફિસરનો ઉત્કૃષ્ટ દેખાવ

હિન્દ ન્યુઝ, સુરત

    રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-૨૦૨૬માં સુરતના ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ૪૮ વર્ષીય સબ ઓફિસરશ્રી નરોત્તમ કે. ખલાસીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી સુરત શહેર તેમજ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનું ગૌરવ વધાર્યું છે. તેમણે સ્ટેર રેસ (STAIR RACE-FFG) સ્પર્ધામાં ૨૩ માળની ઇમારત માત્ર ૫ મિનિટ ૩૫ સેકન્ડમાં ચઢીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

           દેશના વિવિધ રાજ્યોમાંથી ૨,૩૦૦ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કઠિન તાલીમ, દમદાર શારીરિક ક્ષમતા અને અડગ મનોબળના સૌએ દર્શન કરાવ્યા હતા. સુરત ફાયર વિભાગના અધિકારી-સહકર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવી, ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Related posts

Leave a Comment