હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને જણાવવાનું કે, દ્વિચક્રી વાહનોની ચાલુ સીરિઝ GJ 32 AB, AC, AD, AE, AF, AH તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ 32AG તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ 32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જે અન્વયે ઓનલાઇન અરજીનો સમયગાળો તા.૧૨/૦૫/૨૦૨૫થી તા.૧૪/૦૫/૨૦૨૫ સુધીનો રહેશે. તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૪/૦૫/૨૦૨૫ થી ૧૬/૦૫/૨૦૨૫ સુધીનો રહેશે.
અરજદારોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યારબાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.
વાહન ખરીદીના ૬૦ દિવસની અંદર જ આ હરાજીમાં ભાગ લઈ શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.આ ઈ-ઑક્સનના અંતે અસફળ થયેલ અરજદારોને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ/ ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં SBI-EPAY દ્વારા પરત કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
