હિન્દ ન્યુઝ, અંકલેશ્વર ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરતા, અંકલેશ્વર સીટી ડેપો ખાતેથી માનનીય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ત્રણ નવીન એસ.ટી. બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
Read MoreAuthor: Admin
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે “અખિલ ભારતીય મહર્ષિ બાદરાયણ (વેદ વ્યાસ) સમારોહ” યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ મહામહિમ રાજ્યપાલ દ્વારા લોકાર્પિત અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે અખિલ ભારતીય મહર્ષિ બાદરાયણ (વેદ વ્યાસ) સંસ્કૃત સમારોહ તા.૧૦/૩/૨૬ થી ૧૨/૩/૨૬ દરમિયાન યોજાઈ ગયો. આ સમારોહમાં મહર્ષિ બાદરાયણના જીવન કવન વિશે વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા.તેમના સમાજ ઉત્કર્ષના કાર્યોને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા.ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્વાનોએ પોતાની કર્મરૂપી સુવાસ દ્વારા સંસ્કૃત અને યુનિવર્સિટીનું નામ વિશ્વમાં રોશન કર્યુ છે તેવા ડૉ.હર્ષદેવ માધવ ,ડૉ.ગૌતમ પટેલ સાથે અન્ય વિદ્વાનોને આજના કાર્યક્રમના અધ્યક્ષ પરમ આદરણીય પરમાત્માનંદ સરસ્વતીજી આર્ય વિધ્યા મંદિર રાજકોટ ,પરમ સન્માનીય…
Read Moreજામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજનું રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને DR-TB સેન્ટર
૨૪ માર્ચ ‘વિશ્વ ટીબી દિવસ’ હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને નોડલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB) સેન્ટર દ્વારા ક્ષય રોગ નિયંત્રણ અને સારવાર ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દીવ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓ માટે એક વિશિષ્ટ રેફરલ કેન્દ્ર તરીકે કાર્યરત છે, જ્યાં સામાન્ય ક્ષય રોગ ઉપરાંત મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MDR-TB) તથા એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (XDR-TB) જેવા જટિલ કેસોની રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ…
Read Moreનવસારી જિલ્લાના ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, નવસારી ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી આજ રોજ રવિવારે ગણદેવી તાલુકા કોળી પટેલ સમાજ વાડી પરિસરમાં ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સહકારી મંડળીના અગ્રણીઓ, કાર્યકરો અને સભાસદોની ઉપસ્થિતિમાં સંસ્થાની ૭૫ વર્ષની વિકાસયાત્રા, સેવાકીય પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને સંસ્મરણોને વાગોળવામાં આવ્યા હતા. અમૃત મહોત્સવના આ પ્રસંગે રાજ્યના…
Read Moreખેડૂતથી સફળ વ્યવસાયી સુધી: નવસારી મિલેટ મહોત્સવે અંબિકા ફાર્મ આઉટલેટને આપી નવી ઓળખ”
હિન્દ ન્યુઝ, નવસારી ડાંગ જિલ્લાના જામનાપાડા ગામના અંબિકા હળદર ફાર્મ આઉટલેટના બ્રિજેશભાઈ બિરારી માટે ખેતી માત્ર રોજીંદું કામ નહીં, પરંતુ સંસ્કાર અને સંઘર્ષની કહાની છે. કુદરતી પદ્ધતિથી ઉગાડેલા દેશી કઠોળ, ચોખા ,હળદર અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોમાં તેમણે હંમેશા ગુણવત્તા જાળવી. ગામની હદોમાં જ સીમિત રહેલી આ મહેનત હવે ધીમે ધીમે નવી દિશા પકડતી જોવા મળી રહી છે. નવસારી મિલેટ મહોત્સવ જેવા સશક્ત પ્લેટફોર્મના કારણે બ્રિજેશભાઈએ માત્ર ખેતી સુધી મર્યાદિત ન રહી, પરંતુ “અંબિકા પ્રાકૃતિક ફાર્મ આઉટલેટ” દ્વારા પોતાનો વ્યવસાય વિકસાવ્યો છે. આજે તેઓ…
Read Moreમિલેટ મહોત્સવ : “ધરતીનું સોનું મિલેટ અપનાવો, સ્વસ્થ જીવન મેળવો”
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી મહાનગરપાલિકા આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નવસારી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે . નવસારીના ઇટાવાળા રોડ સ્તિથ બી.આર.પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વિશેષ પ્રદર્શનને રાજયના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. …
Read Moreદાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આંગણવાડી તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ઘટક ૧, ૨ અને ૩માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે ૧૦૦ આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સી.ડી.પી.ઓ. ના માર્ગદર્શન હેઠળ બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક ૧ માં પારગી રોશનીબેન, ઘટક ૨ માં મોરી વિભૂતિબેન અને ઘટક ૩ માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોષણ યુક્ત અને સ્વચ્છ ભોજન બનાવવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. ૩ થી ૬ વર્ષના બાળકો તેમજ પોષણ…
Read Moreકાલાવડ ભાજપમાં મોટું ગાબડું: દિગ્ગજ પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા ‘આપ’માં જોડાયા
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. કાલાવડ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદના અંતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક મજબૂત અને દિગ્ગજ પાટીદાર નેતા ગુમાવ્યા છે. કાલાવડ ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નાનજીભાઈ ચોવટીયાએ આજે સત્તાવાર રીતે કેસરિયો ત્યાગી ‘ઝાડુ’ પકડ્યું છે. કાલાવડ ખાતે આયોજિત આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ અને વિસાવદર નાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જનસભા દરમિયાન નાનજીભાઈ ચોવટીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો. બહોળી કાર્યકરોની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. ભાજપ…
Read Moreગુજરાત શૈક્ષણિક સંસ્કૃતિક મંચ શિક્ષણ સંસ્કૃતિ નિસબત નું ફોરમ
હિન્દ ન્યુઝ, ધરમપુર છેલ્લાં પાંચ વર્ષથી યોજાતી શૈક્ષણિક સંગોષ્ઠિ યાત્રા ગુર્જર પ્રદેશના વિવિધ ખૂણાઓને સ્પર્શવા મથામણ કરે છે. પોતાની જાતને જોડીને આપણી સમૃદ્ધિથી આપણા જિજ્ઞાસુઓને રળિયાત કરવાનો મનોરથ હંમેશા સફળ થતો રહ્યો છે. આવા જ એક પવિત્ર ઉદ્દેશ સાથે,સૌ એક સાથે એક નવું પગલું આદિજાતિ વિસ્તાર વલસાડ જિલ્લા, ધરમપુર તાલુકાના ચાસ માંડવા ગામે સનાતન નિસર્ગધામ ખાતે તેની સંવેદના સ્પર્શવા બે દિવસ સંગોષ્ઠિ -૯ યોજાય હતી. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર અને ફોરમ ઍવોર્ડ સમારોહમાં પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસ( દાદા), શાસ્ત્રી પૂ. શ્રી દિવ્ય…
Read Moreસુરત, વલસાડ અને તાપી જિલ્લામાં રૂ.૬૬ કરોડના ખર્ચે વિવિધ નવનિર્મિત પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઈનનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
હિન્દ ન્યુઝ, સુરત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતેથી કુલ રૂ.૬૬ કરોડના ખર્ચે સાકારિત સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી જિલ્લા તેમજ રેલ્વે પોલીસના વિવિધ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરાયું હતું. નાયબ મુખ્યમંત્રીએ નવનિર્મિત માંડવી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અનાવલ, તડકેશ્વર અને પાલોદ પોલીસ સ્ટેશન, તાપી જિલ્લામાં નવનિર્મિત સોનગઢ પોલીસ સ્ટેશન, વલસાડ જિલ્લામાં નવનિર્મિત વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઈન, વાપી રેલવે પોલીસ સ્ટેશન અને ડુંગરા પોલીસ લાઈનનું ઈ-લોકાર્પણ તથા વ્યારા પોલીસ મુખ્ય મથકમાં નવી…
Read More