બોડેલી તાલુકામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધે માટે તાલુકા કક્ષાની કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોડેલી રાસાયણિક ખેતી મુક્ત ગુજરાતના નિર્ધારને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે મદદનીશ ખેતી નિયામકની કચેરી જબુગામ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક કૃષિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સરકારશ્રીના અભિગમ મુજબ ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ચક્રવ્યૂહમાંથી મુક્ત કરી ‘દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી’ તરફ વાળવા માટે સઘન આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના જતન માટેનું એક અભિયાન છે. આ બેઠકમાં ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર મીટિંગો યોજવા, જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ અંગે પ્રત્યક્ષ નિદર્શન આપવા તથા વધુમાં વધુ…

Read More

નાગરિકો સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી વાસ્તવિકતા પર ધ્યાન આપે: જિલ્લા પુરવઠા અધિકારી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી જશે તેવી આધારવિહોણી અફવાઓના પગલે ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં પણ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિને ધ્યાને લેતા છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એન. એફ. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડિલરો અને ગેસ એજન્સીના સંચાલકો સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર હાલ ઉપલબ્ધ પેટ્રોલ-ડીઝલના જથ્થા તેમજ આગામી દિવસોમાં મળનાર પુરવઠા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાંધણ ગેસ (LPG) ના ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના…

Read More

દાહોદ જિલ્લામાં તા. ૨૯ માર્ચના રોજ ગુજરાત કોમન એન્ટ્ર૨ન્સ ટેસ્ટ(ગુજકેટ)-૨૦૨૬ની પરીક્ષા અન્વયે જાહેરનામું ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ.રાવલ

હિન્દ ન્યુઝ, દાહોદ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા તા.૨૯/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી બપોરના ૫:૦૦ કલાક દરમિયાન જિલ્લા મથકે ૧૦ બિલ્ડિંગના ૯૮ બ્લોકમાં ૧૯૧૬ વિધાર્થીઓની ત્રણ સેશનમાં પરીક્ષા યોજાનાર છે.  આ પરીક્ષા દરમિયાન ભારતીય નાગરિક સુરક્ષા કાયદા-૨૦૨૩ કલમ-૧૬૩ હેઠળ હુકમ કરેલ પરીક્ષા સમયગાળા ૧૦૦ મીટર વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રોમાં પ્રસારણના દિવસોમાં લાઉડ સ્પીકરોનો ઉપયોગ પર પ્રતિબંધ અને પરીક્ષા સ્થળોમાં બિન અધિકૃત વ્યક્તિઓ પરીક્ષા રથળે પ્રવેશ ન કરે તે અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. (૧) ઝેરોક્ષ મશીનોનો…

Read More

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવા બાબત

હિન્દ ન્યુઝ, દાહોદ       વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર), તારની વાડ. સોલાર પાવર યુનિટ,પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનોઅને સમાર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા ૪૨ ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. ચાલુ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો…

Read More

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ ૧૭ પ્રશ્નો રજૂ થયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક તથા સમયબદ્ધ નિવારણ લાવવાના ઉમદા હેતુથી આજે જિલ્લા સેવા સદનના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ ૧૭ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. વારસાઈ કરવા, રસ્તા પરનું દબાણ દૂર કરવા, નલ સે જળ યોજના, સર્વે નંબર, ખનીજ ચોરી, નેશનલ હાઈવે મધ્ય બિંદુ થી ૪૦ મીટર અંતર નિયમ, સર્વિસ રોડ બનાવવા, સર્ટિફાઈટ નકલ આપવા, વીજ કનેક્શન, બિન અધિકૃત…

Read More

ઓછી જગ્યામાં મોટું સપનું: ચીખલી તાલુકાના ઘેજ ગામની સીતાબેનની આત્મનિર્ભર સફર

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામની ગાયત્રી સખી મંડળ સાથે જોડાયેલી સીતાબેન પ્રવીણભાઈ પટેલ આજે આત્મનિર્ભર મહિલાશક્તિનું જીવંત ઉદાહરણ બની ઉભી છે. એક સામાન્ય ગ્રામ્ય પરિવારમાંથી આવતી સીતાબેન માટે જીવનમાં આર્થિક મજબૂતી લાવવી સરળ બાબત નહોતી. મર્યાદિત આવક, પરિવારની જવાબદારીઓ અને સંજોગો વચ્ચે પણ તેમણે હિંમત હાર્યા વગર કંઈક નવું કરવાની ઈચ્છા જાળવી રાખી. શરૂઆતમાં સીતાબેન પરંપરાગત ખેતી સાથે સંકળાયેલા હતા, પરંતુ ઓછા વળતરના કારણે જીવનમાં ખાસ ફેરફાર આવતો નહોતો. ત્યારે તેમણે કંઈક એવું કરવાની વિચારણા કરી જે ઓછી જગ્યામાં, ઓછી મૂડીમાં અને ઓછા સમયમાં…

Read More

જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જૈમિન ભુનાતરના પ્રશ્નનો કરાયો સુખદ નિકાલ

  હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગો તેમજ અરજદારો સાથે રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.    આ દરમ્યાન અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રહેવાસી એવા જૈમિન ભુનાતરનો પ્રશ્ન હતો કે, તેમના પિતાશ્રીની જોબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના…

Read More

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે યોજાઈ બેઠક

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન કલેકટરએ સૌ અમલીકરણ અધિકારીઓને પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે જે – જે જરૂરી બાબતો અગત્યની છે, એ પ્રત્યે વધુ ધ્યાન આપીને દાહોદ જિલ્લા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હોય એ ખુબ જ જરૂરી છે એમ જણાવ્યું હતું. આ સાથે દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે, રતનમહાલ, ઉધાલ મહુડા, સાગટાળા, રામપુરા સહિત અન્ય તમામ પ્રવાસન ક્ષેત્રોમાં પ્રવાસી…

Read More

ડાંગ જિલ્લાની જનતા જોગ: ડાંગમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, હાલમાં ડાંગ જિલ્લાના તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉબલબ્ધ હોવાથી સોશિયલ મિડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓ પર ધ્યાન આપવું નહી.  સાથે સાથે જિલ્લાના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતુંજ સિમિત કરવામાં આવે છે. તે સિવાયના કોઇપણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહી. જો કોઇ ઇસમ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરાશે અથવા સંગ્રહખોરી કરશે, તો…

Read More

વઘઇ કિલાદ કેમ્પ ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈ ઘોરણ- ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તેમજ પ્રકૃતિ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ      તારીખ ૨૩ માર્ચ ૨૦૨૬ ના રોજ વઘઈ કિલાદ ખાતે ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતામાં સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈના ઘોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન તેમજ પ્રકૃતિ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન આપવા સાથે પ્રકૃતિ સાથે જોડાવાનો અનુભવ કરાવવા માટેનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. સાથે જ વિદ્યાર્થીઓના રસ તથા ક્ષમતાને આધારે યોગ્ય દિશામાં આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી. પર્યાવરણ તજજ્ઞ…

Read More