કોરોના સંકટ દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા વધુ 35 સેમ્પલ લેવામાં આવ્યા

દિયોદર,

દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે જેમાં દિન પ્રતિદિન કેસો માં વધારો થવા પામ્યો છે. જેમાં દિયોદર આરોગ્ય વિભાગ બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે કોરોના વાઇરસ ના સંકટ વચ્ચે વધુ 35 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. એક બાજુ દિયોદર તાલુકા માં કોરોના વાઇસર ઝડપ થી ફેલાઈ રહો છે. જેમાં દિયોદર દુકાન ના વહેપારીઓ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ બાબતે દિયોદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસે જણાવેલ કે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે અત્યારે તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા થતા અન્ય આગેવાનો ની હાજરી માં 35 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ બે દિવસ માં આવી જશે લોકો ને સાવચેતી સાથે માસ્ક ફરજીયાત પહેરી બહાર નીકળવા અપીલ કરી હતી.

રિપોર્ટર :  પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment