ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ માં ગંદકી ના કારણે રોગ ચારો વધી રહ્યો

પ્રભાસ પાટણ,

પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ આવેલ જગ્યામાં પ્રભાસ પાટણનો તમામ કચરો પ્રભાસ પાટણ ની હોટેલનો કચરો તથા મચ્છી માર્કેટની પાછળ આ નગરપાલિકા નાં માણસો કચરો નાખે છે. આ નગર પાલિકા ને અવાર નવાર કોરી સમાજ ના યુવાનો એ લેખિત માં અરજીઓ કરેલી હોવા છતાં આ નગર પાલિકા ના અધિકારીઓએ કોઈ જ પગલાં લીધેલ નથી અને અવાર નવાર મુસ્લિમ ના યુવાનો એ લેખિત માં અરજીઓ કરેલ તેમ છતાં કોઈ અધિકારી એ પગલાં લીધેલ નથી અને અવાર નવાર પર્યાવરણ વારાઓએ લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં આ નગર પાલિકા નુ પેટનું પાણી હાલતું નથી. માટે આ ગામ લોકો એ આ ગંદકી નો પોઇન્ટ મચ્છી માર્કેટની પાછળ આવેલ છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે નહીતો આ ગામ લોકો બધી કોમના લોકો જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં ખચકાશે નહીં તે પેહલા નગરપાલિકા તરફથી આ ગંદકી નો પોઇન્ટ વહેલી તકે બન્ધ કરવામાં આવે તેવી ગામ લોકો માં થઇ છે.

રિપોર્ટર : હારૂન કાલાવત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment