હડિયાણા ગામે કંકાવટી નદીના કિનારે બિરાજમાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ના મંદિર નો ઇતિહાસ……..

હડિયાણા, 

              જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે આવેલ કંકાવટી નદીના કિનારે હડિયાણા નામનું એતીહાસિક વર્ષો પૌરાણિક ગામ આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું. હાલમાં આ હરિપુર ગામનું નામ હડિયાણા છે. એક સમયે આ ગામ ઔદીચ્ય બ્રાહ્મણોની વસ્તીથી છલકાતું હતું. આ ગામ માં ઔદીચ્ય બ્રાહણોના આશરે ( 350 )જેટલા ઘરો હતા. અને જ્યારે પણ બ્રાહ્નણ સમાજ ની નાત થતી હતી. ત્યારે આશરે (42) મણ ચૂરમાના લાડવા બનાવવા માં આવતા હતા. હડિયાણા (હરિપુર) ગામના અથમણાં પાદરેથી કંકાવટી નામની નદી વહે છે. આ કંકાવટી નદીના કિનારે વસેલું આથમણી દિશાએ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર આવેલ છે. જ્યાં શિવજી બિરાજમાન છે. કંકાવટીના નીર વહે છે. તેના જ કિનારે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નું ભવ્ય શિવાલય આવેલ છે. આશરે 6 ફૂટ ઊંચી આરસની ફરસબંધી પર મંદિરના ગગનચુંબી શિખરો અહીંથી પસાર થનાર કોઈપણ ને આકર્ષે છે.
         

              આ શ્રી કાશી વિશ્વનાથના મંદિરનો અત્યંત પ્રાચીન શિલાલેખ અત્યારે ખવાઈ ને ભૂસાઈ ગયેલ છે. પરંતુ જેમાં ઇતિહાસ ગવાહ હોય છે. એમ જુના શિલાલેખ પરથી સો પ્રથમ વખત જીણોધાર સંવત 0577 માં રાજા ગોંડ પંડિત કાનાજી એ શિવાલય બનાવડાવ્યું હતું. આ શિલાલેખ થી સાબિત થાય છે. કે આ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ના મંદિર ખૂબ જ પ્રાચીન છે. આ શિલાલેખ સાચો માનવામાં આવે છે. તો આ મંદિર આજ રોજ એટલે કે હાલમાં સંવત 2076  શ્રાવણ સુદ એકમ ના દિવસે આશરે ( 1499) વર્ષ પુરાણું છે. આટલું પૌરાણિક અને પ્રાચીન મંદિર આસપાસ ના કોઈ પણ વિસ્તારમાં હોય તેવુ જાણવા મળ્યું નથી. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર પુરાતત્વ માટે સંશોધનનો વિષય બની શકે છે.

            હડિયાણા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો તથા અન્ય ભાવિકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની ભાવભરી ભક્તિ કર્તા હતા. અને આ સમગ્ર ગામના લોકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ના ચરણોમાં મસ્તક નમાવવા જાય છે. શ્રાવણ માસ ના શણગાર અને ભવ્ય મહા આરતી, કીર્તન થાય છે. સાથો સાથ સાતમ, આઠમ, નોમ અને તેરસ, ચૌદસ, અમાસ ના દિવસો એ મંદિર ના વિશાળ મેદાનમાં ગ્રામ્ય લોકમળા નું પણ આયોજન કરવામાં આવે છે. ઇતિહાસ ના આઇનામાં ડોકિયું કરવા જઈએ તો યદુવંશ પ્રકાશના કર્તા રત્નું માવદાનજી નોંધે છે કે સુલતાન અલાઉદ્દીન ખિલજી ના સેનાપતિ અલાપખાન સાથે મોટું લશ્કર ગામડાઓ ધમધોરતું અને કાળો કેર વર્તાવતું.હડિયાણા ગામ પાસે આવ્યું.અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ના પ્રાચીન મંદિર ને નેસ્તનાબુદ કરવાના બદઈરાદા સાથે કંકાવટી નદી પાર કરીને સામે કાંઠે આવેલ જગતના તારણહાર દેવોના દેવ મહાદેવ ના મંદિર પાસે આવ્યો. ત્યારે કહેવાય છે અને સતના આધારે ઉભેલા શંકર દાદાના મંદિર ના રક્ષક સમાન હજારો ભમરા ઓ એકાએક ઉભરી પડ્યા હતા. પરિણામે લશ્કરમાં ભગદોડ મચી જવા પામી હતી. આ લશ્કર લૂંટફાટ કરવાના ઇરાદે આવ્યું હતું. પરંતુ તેની ઈચ્છા પૂરી ન થઈ હતી. આ વાતની સાબિત રૂપે લોખડનું એક મહાકાય નગારું મંદિર ના બાજુના ઓરડામાં આજે પણ જોવા મળે છે. આ બનાવના પરિણામે હડિયાણા તથા આસપાસ ના ગામલોકો ની શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરની શ્રદ્ધા દ્રઢ થ હતી.

શિવાલય ન તુટતા બાદશાહ ના લશ્કરે મંદિરની પાસે આવેલા કૂવામાં કોઈ ગંધક જેવો પદાર્થ નાખી દેતા આ કુવાનુંસાકર જેવું મીઠું પાણી ખરું થઈ ગયેલ કહેવાય છે. કે ઠાકર અટકવાળા ઔદીચ્ય બ્રાહ્મણ ના કુળદેવી શ્રી અંબા માતાજીનું મદિર પણ અહીં આવેલ છે. અને ત્રિવૈદી શાખ વાળા બ્રાહ્નણોના પણ કુળદેવી શ્રી હરસિધી માતાજીનું પણ મંદિર આવેલું છે. ઉપર જતા માતા પાર્વતજી કે જે જોષી પરિવારના કુળદેવી છે. તથા ચોગાનમાં શ્રી શીતળા માતાજી ની સ્થાપના કરેલ છે. અહીં એક અદભુત વિશાળ કાય આંબલી નું ઝાડ પણ આવેલ હતું. જે આંબલીના પર્ણ એટલે કે પાન સધ્યા સમય તથા જ તેના બધા જ પર્ણ પાન બિડાઈ જતા હતાં. અને સવાર તથા જ બધા પર્ણ પાન ખુલજા સીમસીમની જેમ ખુલ્લી જતા હતા. આ ચમત્કાર હડિયાણા ગ્રામજનોએ નઝજરો નઝર પણ નિહાળેલ હતા. છેલ્લા બે ચાર વર્ષ પહેલા જ આ આંબલી નૂ ઝાડ સાવ સુકાઈ જતા તેને કાઢી નાખવા માં આવેલ છે. અલાપખનના આક્રમણ સમયે શહીદ થયેલા 265 બ્રાહ્મણ, સોની, વાણીયા ના આ જગ્યાએ સંખ્યા બંધ પાળિયા ઓ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ચોતરફ સ્થાપવામાં આવેલા છે. અને હાલમાં પણ તે મોજુદ છે. મંદિર ની આસપાસ અસંખ્ય આંબલી ના ઝાડ આવેલા હતા. તે જગ્યા પર આજે પણ સાતમ, આઠમ અને તેરસ, ચૌદસ, અમાસ ના રોજ લોકમેળો યોજવામાં આવે છે.

અને દેશ પરદેશ ખેડનાર વિદ્વાન પડિતો-બ્રાહ્મણોના મૂળ વતન સમા તથા જાણીતા કવિ અને સાહિત્યકાર કરસનદાસ માણેક ના જન્મ સ્થાન એવા હડિયાણાનો પ્રાચીન ઇતિહાસ હજુ ઘણો જાણવા જેવો અને માણવા જેવો છે. ગાયોના રક્ષા કાજે અનેક લોકો એ શહીદી વહોરી હતી. તેમના પણ પાળિયા આજે પણ ગામમા મોજુદ છે. અને તેમના પરિવારો આજે પણ કાળી ચૌદસના દિવસે નોવેદ્ય ધરવા માટે આવે છે. અને ગામમાં રાવલ પરિવાર ના કુળદેવી શ્રી ખભલાવ માતાજી નું મંદિર પણ વર્ષોથી બિરાજમાન છે.તેનું મંદિર પણ પૌરાણિક છે. અને માંડલીયા પરિવાર માં રાવલ, પંડીયા, સોની પરિવારના કુળદેવી છે. અને નવરાત્રિ દરમિયાન આઠમ ના દિવસે માતાજીના મંદિરે નવચડી હોમ હવન કરવામાં આવે છે. તેમાં દેશ-વિદેશ થી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શનાથે આવે છે.હડિયાણા ગામે પાંચ શિવ મંદિર આવેલ છે. અને બધા સ્વંય ભુ પ્રગટ થયા છે. તો હડિયાણા ગામ પાંચ મહાદેવ બિરાજમાન છે. (૧) શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. (૨) શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર. (3) શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર. (૪) શ્રી શુખનાથ મહાદેવ મંદિર.(૫) શ્રી જાગનાથ મહાદેવ મંદિર આવેલા છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment