આણંદ જિલ્લામાં તા. ૨૬ મી જુનના રોજ તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૬/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે.

આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ http://swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૬/૨૦૨૪ એમ લખવાનું રહેશે.

અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે. જે અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોને તા.૨૬/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નોંધણી કરાવીને તે જ દિવસે ૧૧-૦૦ કલાકે જે તે તાલુકા મથકોએ રૂબરૂ જાતે હાજર રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

જેમાં આણંદ (શહેર) અને (ગ્રામ્ય) માટે આણંદ તાલુકા પંચાયત કચેરી ખાતે જયારે બાકીના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરીના મીટીંગ હોલમાં તાલુકા કક્ષાનો તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે.


Advt.

Related posts

Leave a Comment