હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે ટી.આર.બી જવાન ની પ્રશંસનીય કામગીરી સામે આવી. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા TRB જવાન ભૂરાભાઈ મકવાણા ની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. રાધનપુર બજાર માં અજાણ વ્યક્તિ નો મોબાઇલ પડી ગયો હતો જે મોબાઇલ ફૉન TRB જવાન ભૂરાભાઈ ને મળ્યો હતો.જેથી જેતે વ્યક્તિ નો મોબાઇલ ફોન ગુમ થયો હતો તે વ્યક્તિ ની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મોબાઇલ ફોન પરત કરવામાં આવ્યો હતો.આમ,રાધનપુર ખાતે TRB જવાન ની પ્રશંસનીય કામગીરી જોઈને લોકોમાં તેમજ પોલીસ સ્ટેશન સ્ટાફ માં TRB જવાન ની કામગીરી ને બિરદાવી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર